Friday, 30 May 2014

રાજય પોલીસ તંત્રમાં PSI ને બદલે નીચલી કક્ષાએ ASIમાં સીધી ભરતી કરવા હિલચાલ

રાજય પોલીસ તંત્રમાં PSI ને બદલે નીચલી કક્ષાએ ASIમાં સીધી ભરતી કરવા હિલચાલ
ઝડપથી PI બની ગયેલા PSI ભાગ્‍યશાળી, હવે ભૂતકાળ બનશે ?
રાજયના પોલીસ તંત્રમાં અત્‍યાર સુધી પોલીસ સબ ઇન્‍સપેકટર કક્ષાએ સીધી ભરતી થતી અને પોલીસ તંત્રમાં ડી.વાય.એસ.પી. કક્ષાએ સર્જાયેલ દુ'કાળને કારણે પી.આઇ. કક્ષાએ ઝડપથી બઢતી થઇ અને ઘણા પીએસઆઇને પણ ઝડપથી પીઆઇ બનવાની તક સાંપડી હતી.
નવાઇની વાત એ હતી કે, જે પી.આઇના પુત્ર કે જમાઇ કે ભત્રીજા પીએસઆઇમાંથી તેમનાથી ઘણા જુનિયર હોવા છતાં તેમની સાથે જ અર્થાત એ કેડરમાં સાથે થઇ ગયા હતાં. લોકો પણ તેમને ભાગ્‍યશાળી માનવા લાગ્‍યા હતાં.
દરમ્‍યાન ઉચ્‍ચ પોલીસ વર્તુળોમાં ચર્ચાતી વાતો મુજબ હવે બઢતીની આ ઝડપી પ્રક્રિયાને કારણે જે વધુ પગાર-ભથ્‍થા કે વાહનો ફાળવવા પડે છે. તેના વિકલ્‍પે સીધી એએસઆઇમાં ભરતી કરવી, હાલમાં પોલીસમેનમાં દાખલ થયેલ કર્મચારી પ્રથમ હેડ કોન્‍સ્‍ટેબલ અને હેડકોન્‍સ્‍ટેબલમાં સિનિયર થાય ત્‍યારે એએસઆઇ  આસી. સબ ઇન્‍સ્‍પેકટર તરીકે ખાતાકીય રીતે બઢતી મળતી હોય છે. આવા મોટા ભાગના એએસઆઇ મોટા ભાટે પીએસઆઇ સુધી પહોંચતા જ નિવૃત થઇ જતાં હવે એએસઆઇ (પીએસઆઇથી નીચલી કેડર)માં સીધી ભરતી કરવામા આવે તો પ્રથમ ઘણા વર્ષો એએસઆઇ તરીકે રહ્યા બાદ લાંબા વર્ષ બાદ પીેએસઆઇ બને અને પીઆઇની બઢતી મેળવતા મેળવતા નિવૃતીના આરે આવી જાય, એટલે તેમને બઢતીના જે લાભ મળવા જોઇએ તે જુજ મળે એવી ગણત્રી તંત્રની હોય તેવી શકયતા નકારી શકાય નહિ.

No comments:

Post a Comment

SSC Recruitment 2015 – Apply for 62390 Constable (GD) & Rifleman Posts

SSC Recruitment 2015 – Apply for 62390 Constable (GD) & Rifleman Posts SSC Recruitment 2015 – Apply for 62390 Constable (GD) ...