ખાતામાં મિનિમમ બેલેન્સ જળવાતું ન હોય તો દંડ નહિ થાય : ૧૦ વર્ષની ઉપરના A/C ખોલાવી શકશે
૧૦થી ઉપરના બાળકો ATM-ચેકબુકની સુવિધા પણ લઇ શકશેઃ ખાનગી બેંકોની મીનિમમ બેલેન્સ મામલે દાદાગીરી બંધ થશે
http://www.getseva.org/
બેન્કો હવે બેન્ક ખાતામાં લઘુતમ બેલેન્સ નહીં જળવાય તો દંડ વસૂલી શકશે નહી. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ આજે એક જાહેર કરેલા નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે દેશની તમામ બેન્કો હવેથી ગ્રાહકોને રક્ષણ આપવાનાં હેતુંસર ગ્રાહકનાં ખાતામાં લઘુતમ બેલેન્સ નહીં જળવાય તો દંડ વસુલી શકશે નહી.
હાલનાં તબકકામાં ખાનગી બેન્કો એચડીએફસી, આઇસીઆઇસીઆઇ અને એકિસસ બેન્કે તો તાજેતરમાં માસિક બેલેન્સ જાળવવાની જાહેરાત કરી હતી. હાલમાં ખાનગી બેન્કો લઘુતમ બેલેન્સ ન જળવાય તો રૂ. ૭પ૦નો દંડ-ચાર્જ વસૂલે છે. આરબીઆઇનાં નવા નિયમથી આ બેન્કોની દાદાગીરીનો અંત આવશે. ઉલ્લેખનીય છે કે હાલનાં તબકકામાં એસબીઆઇ જેવી સરકારી બેન્કો જો લઘુતમ બેલેન્સ ન રહે તો દંડ વસૂલતી નથી.
ઉલ્લેખનીય છે કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ગત મહિને જાહેર કરેલી પોલિસીમાં જ જણાવ્યું હતું કે લઘુતમ બેલેન્સ ન જળવાઇ તો દંડ વસુલવામાં નહીં આવે. આ અંગેનું સતાવાર નોટિફિકેશન આજે આરબીઆઇ બહાર પાડયું હતું. બેન્કે વર્ષ ૨૦૧૨માં જ બેન્કોને બેઝિક સેવિંગ એકાઉન્ટ અથવા તો નોન ઓપરેટિવ એકાઉન્ટ ઉપર ચાર્જ ન વસુલવા સુચના આપી હતી પરંતુ બધી બેન્કો તેનો અમલ ન કરતી હોવાથી આજે તેને ફરજિયાત બનાવ્યુ છે.
૧૦ વર્ષથી ઉપરનાં સગીરો હવે ખાતુ ઓપરેટ કરી શકશે
આરબીઆઇએ વધુ એક નોટિફિકેશનમાં જાહેર કર્યું હતું કે હવેથી ૧૦ વર્ષથી ઉપરનાં માઇનોર-સગીર પણ હવેથી વ્યકિતગતરીતે બેન્ક ખાતુ ખોલાવી શકશે અને ઓપરેટ પણ કરી શકશે. નાણાકીય વ્યવહારોને પ્રમોશન આપવાનાં હેતુસર આરબીઆઇએ આ છુટ આપી છે.
આરબીઆઇએ વધુમાં જણાવ્યું હતું કે કોઇ પણ વયનાં સગીર ખાતેદાર હવેથી બચત, ફિકસ ડિપોઝીટ કે રિકરિંગ બેન્ક ખાતુ ખોલાવી શકશે. ૧૦ વર્ષથી નીચેનાં સગીર તેનાં કાયદેસરનાં વાલી અથવા તો કાયાદાકીય રીતે નિમણૂંક પામેલા વાલી દ્વારા આ ખાતુ ખોલાવી શકશે. જયારે ૧૦ વર્ષથી ઉપરનાં સગીર જરૂરી લઘુતમ દસ્તાવેજો લઇને પોતાનું ખાતુ ખોલાવી શકશે.
આરબીઆઇએ સગીર વયનાં બેન્ક ખાતામાં બેન્ક એટીએમ, ડેબીટ કાર્ડ, ઇન્ટરનેટ બેન્કિંગ અને ચેક બુક જેવી સુવિધાઓ પણ આપી શકશે. આ માટે બેન્કો સગીરની ઉંમર પ્રમાણે સુરક્ષાના હેતુ ધ્યાનમાં રાખીને છુટછાટ આપી શકે છે.

No comments:
Post a Comment