Thursday, 29 May 2014

ફાર્મસી કાઉન્‍સિલની વેબસાઇટ ઉપર માન્‍ય કોલેજોની યાદી જોઇ શકાશે

ફાર્મસી કાઉન્‍સિલની વેબસાઇટ ઉપર માન્‍ય કોલેજોની યાદી જોઇ શકાશે
ગાંધીનગર તા.૨૯ : ધોરણ-૧રના પરિણામ આવ્‍યા બાદ ફાર્મસી વિદ્યાશાખામાં ડીપ્‍લોમા અથવા ડીગ્રીમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓમાં ખુબ જ સ્‍પર્ધા થાય છે. ગુજરાત રાજય ફાર્મસી કાઉન્‍સિલ દ્વારા વાલી / વિદ્યાર્થીઓને જણાવવામાં આવે છે કે ફાર્મસી વિદ્યાશાખાના ડીપ્‍લોમા અથવા ડીગ્રી અભ્‍યાસક્રમમાં ગુજરાત અથવા ગુજરાત બહાર કોઇપણ કોલેજમાં પ્રવેશ લેતા પહેલાં, આવી ફાર્મસી કોલેજને ફાર્મસી કાઉન્‍સિલ ઓફ ઇન્‍ડિયાએ માન્‍યતા આપેલ છે કે કેમ તેની ચકાસણી કરી લેવી અતિ આવશ્‍યક છે. ફાર્મસી કાઉન્‍સિલે મંજૂર કરેલી બેઠકો કરતાં વધારે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાંઆવે તો પણ અમાન્‍ય ગણાય છે.
વધુમાં ફાર્મસી કાઉન્‍સિલ ઓફ ઇન્‍ડિયા દ્વારા માન્‍યતા આપવામાં ન આવેલ હોય તેવી કોલેજમાંઅભ્‍યાસ કરનાર અથવા તો મંજૂર કરેલ બેઠકો કરતાં વધારે બેઠકો ઉપર પ્રવેશ મેળવનાર અથવા સંબંધિત કોલેજમાં અભયાસ કરતાં વિદ્યાર્થીઓની પરીક્ષા ઓથોરીટી લેતી હોય તેને ફાર્મસી કાઉન્‍સિલ ઓફ ઇન્‍ડિયાએ માન્‍યતા નહી આપેલ હોય તો ઉપરોકત સંજોગોમાં ડીપ્‍લોમા અથવા ડીગ્રી મેળવનાર વ્‍યકિતઓને ફાર્મસીસ્‍ટ તરીકેનું રજીસ્‍ટ્રેશન કાયદાઅનુસાર મળવાપાત્ર નથી.
   ગુજરાતમાં ફાર્મસી કાઉન્‍સિલ ઓફ ઇન્‍ડિયા દ્વારા માન્‍ય કોલેજોની યાદી ફાર્મસી કાઉન્‍સિલ ઓફ ઇન્‍ડિયાની વેબ સાઇટ www.pci.nic.in ઉપર પ્રસિધ્‍ધ કરવામાં આવેલ છે. તેમજ વધુ વિગતો માટે ગુજરાત રાજય ફાર્મસી કાઉન્‍સિલ, જુની નર્સીંગ કોલેજ બિલ્‍ડીંગ, સીવીલ હોસ્‍પિટલ કેમ્‍પસ, બ્‍લોક નં.૪/એ, ત્રીજો માળ, કેન્‍સર હોસ્‍પિટલ સામે ગેટ નં.૬, અસારવા, અમદાવાદ-૩૮૦ ૦૧૬નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

No comments:

Post a Comment

SSC Recruitment 2015 – Apply for 62390 Constable (GD) & Rifleman Posts

SSC Recruitment 2015 – Apply for 62390 Constable (GD) & Rifleman Posts SSC Recruitment 2015 – Apply for 62390 Constable (GD) ...