સોમવારથી કૃષિ યુનિવર્સિટીના પ્રવેશ ફોર્મનું વિતરણઃ ત્રીજી જુલાઇના મેરીટ
રર જુન સુધી ઓનલાઇનઃ ૧૪ અભ્યાસક્રમોમાં ૧૭૬૧ બેઠકો પર પ્રવેશ
રર જુન સુધી ઓનલાઇનઃ ૧૪ અભ્યાસક્રમોમાં ૧૭૬૧ બેઠકો પર પ્રવેશ
ગુજરાત રાજયની કૃષિ યુનિવર્સિટી અને તેની સંલગ્ન કોલેજોમાં તા. ર જુનથી પ્રવેશ કાર્યવાહીનો પ્રારંભ થઇ રહયો છે.
ગુજરાતની કૃષિ યુનિવર્સિટી, આણંદ, જુનાગઢ, નવસારી, દાંતીવાડી સહિત ૪પ કોલેજો તેમજ કામધેનુ કૃષિ કોલેજ અમરેલીમાં પશુપાલન, પશુચિકત્સિા, ડેરી ઉદ્યોગના ૧૪ અભ્યાસક્રમો ચાલે છે. કુલ ૧૭૬૧ બેઠકોમાં કેન્દ્રીય પધ્ધતીથી પ્રવેશ અપાશે. પ્રવેશ માટે ફોર્મ વિતરણ કરવામાં આવશે.
કૃષિ યુનિવર્સિટીમાં બીટેક ડેરી ટેકનીશ્યન-૯૪, બીટેક એગ્રીકલ્ચર એન્જીનીયરની ર૪૧, લેકચર ઓફ વેટરનરી સાયન્સ એન્ડ એનીમલ વેટરનરીની-રર૮, બીએસસી ઇન એગ્રીકલ્ચર ઓનર્સની ૬૬૧, બીટેક એગ્રીકલ્ચર આઇટીની ૪૦ બેઠકો સહિતની બેઠકો ઉપર પ્રવેશ કાર્યવાહી હાથ ધરશે. ૩-જુલાઇના રોજ મેરીટ જાહેર કરવામાં આવશે
No comments:
Post a Comment