કાલે ધો. ૧૨ સામાન્યપ્રવાહનું પરિણામ
www.getseva.org
સવારે ૯ કલાકે વેબસાઇટ અને ૧૧ કલાકથી શાળાઓમાથી વિદ્યાર્થીઓને માર્કશીટ અપાશે * ૫ લાખથી વધુ વિદ્યાર્થીઓના કારકિર્દીની મહત્વની કસોટીના પરિણામ પૂર્વે ઉત્તેજના
www.getseva.org
સવારે ૯ કલાકે વેબસાઇટ અને ૧૧ કલાકથી શાળાઓમાથી વિદ્યાર્થીઓને માર્કશીટ અપાશે * ૫ લાખથી વધુ વિદ્યાર્થીઓના કારકિર્દીની મહત્વની કસોટીના પરિણામ પૂર્વે ઉત્તેજના
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધો.૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ તા.૩૧મી શનિવારે જાહેર કરવામાં આવશે. ધો.૧૨ સાયન્સની જેમ સવારે ૯ વાગે વેબસાઇટ પરથી પરિણામ જાહેર કરી દેવાશે. સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ૫ લાખ ૮ હજાર વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વિદ્યાર્થીઓને માર્કશીટ પણ પરિણામના દિવસે જ આપી દેવામાં આવશે. ગયા વર્ષે ધો.૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ ૬૬.૫૧ ટકા આવ્યું હતું. ચાલુવર્ષે પેપરો સારા ગયા હોવાથી પરિણામ સારુ આવે તેવી આશા વિદ્યાર્થીઓ અને વાલીઓ રાખી રહ્યા છે. ધો.૧૦નું પરિણામ આગામી તા.૩ જૂને જાહેર કરવાની જાહેરાત બોર્ડ દ્વારા કરવામાં આવી છે. શિક્ષણ બોર્ડની વેબસાઇટ www. gseb.org પરથી સવારે ૯ કલાકથી જોઇ શકાશે. બપોરે ૧૧ કલાકથી શાળાઓમાં માર્કશીટનું વિતરણ કરવામાં આવશે.
શિક્ષણ બોર્ડ દ્વારા ધો. ૧૨ સાયન્સનું ઉંચુ પરિણામ આવ્યા બાદ હવે ધો. ૧૨ સામાન્ય પ્રવાહના પરિણામ પણ ઉંચુ આવાની શક્યતા બળવતર બની છે.
No comments:
Post a Comment