મુસ્લિમ યુવાનો માટે આઇએએસ-આઇપીએસના કોચીંગ કલાસ મુંબઇ ખાતે જ યોજાશે
અમદાવાદા તા. ૩૦ :.. હજ કમિટી ઓફ ઇન્ડિયા મુંબઇ દ્વારા પ્રતિવર્ષ ભારતભરના મુસ્લિમ ગ્રેજયુએટ યુવાનો માટે આઇ. એ. એસ. તથા આઇ. પી. એસ. ના કોચીંગ કલાસનું આયોજન કરાય છે. જે મુજબ આ વર્ષે પણ વર્ષ ર૦૧૪-૧પ મી બેંચ ૧લી સપ્ટેમ્બર ર૦૧પ થી મુંબઇ ખાતે ચાલુ કરવામાં આવનાર છે.
આ અંગે સૌરાષ્ટ્રના યુવાનો માટે જામનગર અથવા જૂનાગઢમાં પરીક્ષા લેવાનાર છે તે વાતને કોઇ સમર્થન મળતું નથી. અર્થાત હજ કમિટીના આઇ. એ. એસ. તથા આઇ. પી. એસ.નું કોચીંગ મુંબઇ ખાતે અપાશે. જે માટેના ઓન લાઇન ફોર્મ ર૩ મી જુન સુધી ભરી દેવાના રહેશે. અને રર મી જુને ર૦૧૪ ના રોજ મુંબઇ ખાતે જ પરીક્ષા આપવાની રહેશે. તેમ વિશ્વસનિય સુત્રોએ જણાવ્યું છે.
No comments:
Post a Comment