Thursday, 29 May 2014

ગુજરાતમાં સ્‍નાતક વિજ્ઞાન પ્રવાહમાં કેન્‍દ્રીય ધોરણે પ્રવેશ

રાજયમાં વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓના પ્રવેશનું પ્રમાણ ઉત્તરોત્તર વધી રહયું છે. ત્‍યારે રાજયની વિવિધ કોલેજો અને યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને બી.એસ.સી. (સ્‍નાતક વિજ્ઞાન પ્રવાહ)માં સરળતાથી પ્રવેશ મળી રહે તે માટે કેન્‍દ્રીયકૃત રીતે પ્રવેશ કાર્યવાહી હાથ ધરવામાં આવશે એમ શિક્ષણ વિભાગના નાયબ સચિવશ્રીના ઠરાવ દ્વારા જણાવાયું છે.
ઠરાવમાં વધુમાં જણાવ્‍યાનુસાર રાજયમાં પ્રોફેશનલ અભ્‍યાસક્રમો માટેની પ્રવેશ પ્રક્રિયા કેન્‍દ્રીય ધોરણે પારદર્શક, સુવિધાયુકત તેમજ અસરકારક રીતે કરવામાં આવી રહી છે. આ સમગ્ર પ્રવેશ પ્રક્રિયા એડમીશન કમીટી ફોર પ્રોફેશનલ કોર્ષિસ (એ.સી.પી.સી.)ના સોફટવેર દ્વારા હાથ ધરાય છે. વિજ્ઞાન પ્રવાહમાં શ્નએઙ્ખતેમજ ઙ્કએ-બીઙ્ઘ ગૃપના ઘણા વિદ્યાર્થીઓ પ્રોફેશનલ કોર્ષિસના પ્રવેશ સાથોસાથ બી.એસ.સી.ના પ્રવેશ માટે પણ અરજીઓ કરતાં હોય છે.  જે માટે હાલ કોઇ કેન્‍દ્રીય પ્રવેશ પધ્‍ધતિ નહી હોવાથી દરેક વિદ્યાર્થીએ કોલેજ / યુનિવર્સિટી દીઠ અલગ અલગ અરજીઓ કરવી પડતી હોય છે.જે અસુવિધા યુકત  અને ખર્ચાળ છે. જયારે પ્રોફેશનલ કોર્ષિસના પ્રવેશ કાર્યવાહી કરી રહેલ એ.સી.પી.સી.ના સોફટવેર સાથે આ બાબત સાંકળી લેવાઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે આગામી શૈક્ષણિક વર્ષ ર૦૧૪-૧પ થી રાજયમાં આવેલી તમામ યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં ચાલતા બી.એસ.સી.ના અભ્‍યાસક્રમમાં યુનિવર્સિટી કક્ષાએ કેન્‍દ્રીયકૃત રીતે પ્રવેશ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. યુનિવર્સિટી કક્ષાએ જેતે યુનિવર્સિટી એકટમાં મળેલ સત્તાની  રૂએ સંબંધિત યુનિવર્સિટીઓએ આ રીતે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવાની રહેશે. પ્રવેશ પ્રક્રિયામાં રાજયની તમામ સરકારી, અનુદાનિત અને સ્‍વનિર્ભર કોલેજોને સમાવવાની રહેશે. આ અંગેની સમગ્ર પ્રવેશ  પ્રક્રિયામાં ટેકનીકલ અને સોફટવેર સપોર્ટ એડમીશન કમીટી ફોર પ્રોફેશનલ કોર્ષિસ પૂરા પાડશે. પ્રવેશ પધ્‍ધતિ દ્વારા જે તે કોલેજમાં પ્રવેશ આપવામાં આવેલ વિદ્યાર્થીઓના એનરોલમેન્‍ટની કાર્યવાહી દરેક સબંધિત યુનિવર્સિટીએ કરવાની રહેશે આ અંગે કોઇ વિવાદ  અથવા પ્રશ્ન ઉપસ્‍થિત થાય તે સંજોગોમાં રાજયસરકારનો નિર્ણય આખરી ગણાશે

No comments:

Post a Comment

SSC Recruitment 2015 – Apply for 62390 Constable (GD) & Rifleman Posts

SSC Recruitment 2015 – Apply for 62390 Constable (GD) & Rifleman Posts SSC Recruitment 2015 – Apply for 62390 Constable (GD) ...