UPSC પરીક્ષાની વય મર્યાદા ઘટીને ૨૬ વર્ષ થઇ
પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવાનો કેન્દ્રનો ઇન્કાર
Global Education and Charitable Trust
www.getseva.org
નવી દિલ્હી તા.૩૦: કેન્દ્ર સરકાર સિવિલ ર્સવિસની પરીક્ષામાં વય મર્યાદા ૩૨ વર્ષથી ધટાડીને ૨૬ વર્ષ કરવા જઈ રહી છે. જેના કારણે ક્લાસ-૧ અધિકારી બનવાનું સ્વપ્ન સેવી રહેલ દેશના લાખો યુવકોને મળતી તકો ધટી જશે. નવા નિયમો વર્ષ ૨૦૧૫ની યુપીએસસીની પરીક્ષાથી લાગુ કરવામાં આવશે. જોકે, વર્તમાન વિવાદને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારે યુપીએસસીની પરીક્ષાના ફોર્મેટમાં ફેરબદલ કરવાનો સ્પષ્ટ ઈન્કાર કર દીધો છે. જેથી આંદોલન કરી રહેલ વિદ્યાર્થીઓની આશાઓ ઉપર પાણી ફરી વળ્યું છે.
પ્રાપ્ત થતી માહિતી મુજબ, યુપીએસસીની પરીક્ષાને લઈ ચાલી રહેલ વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જે મુજબ સિવિલ ર્સવિસની પરીક્ષામાં કેટલાક ફેરબદલ કરાયા છે. જેમાં સૌથી મહત્વનો ફેરફાર એ કરાયો છે કે યુપીએસસીની પરીક્ષાની વય મર્યાદા ૩૨ વર્ષથી ધટાડીને ૨૬ વર્ષ કરી દેવામાં આવી છે. આ અંગે યુપીએસસી ટૂંક સમયમાં સત્તાવાર પરિપત્ર જાહેર કરી નવા નિયમો આગામી વર્ષથી લાગુ કરશે. વય મર્યાદા ધટાડવા પાછળ કેન્દ્ર સરકારનો તર્ક છે કે, સામાન્ય રીતે વિદ્યાર્થી ૨૧ વર્ષની ઉંમરે ગ્રેજ્યુએશન પુરું કરી લે છે. જેથી આગામી પાંચ વર્ષમાં તે યુપીએસસીની પરીક્ષા પાસ કરવા માટે મળતી ત્રણ તકોનો સરળતાથી ઉપયોગ કરી શકે છે. નવા નિયમો મુજબ ઓપન કેટેગરીના વિદ્યાર્થીઓ માટે યુપીએસસીની પરીક્ષા આપવાની વય મર્યાદા ૨૬ વર્ષ હશે, જ્યારે ઓબીસીના ઉમેદવારો માટે વય મર્યાદા ૨૮ વર્ષ અને એસસી-એસટીના ઉમેદવારો માટે વય મર્યાદા ૨૯ વર્ષની રહેશે. જ્યારે લધુત્તમ વય મર્યાદા તમામ કેટેગરીના ઉમેદવારો માટે ૨૧ વર્ષની રહેશે. યુપીએસસીની પરીક્ષા પાસ કરવા માટે ઓપન કેટેગરીના ઉમેદવારોને વધુમાં વધુ ત્રણ તક આપવામાં આવશે. જ્યારે ઓબીસીના ઉમેદવારોને પાંચ તક અને એસસી-એસટીના ઉમેદવારોને છ તક આપવામાં આવશે. અત્યારે યુપીએસસીની પરીક્ષા માટેની વય મર્યાદા ૩૨ વર્ષની છે અને પરીક્ષા પાસ કરવા માટે કુલ છ તકો મળે છે. જ્યારે ઓબીસી ઉમેદવારો માટેની વય મર્યાદા ૩૫ વર્ષની છે. તેમજ તેમને પરીક્ષા પાસ કરવા માટે નવ તક મળે છે. બીજીબાજુ એસસી,એસટી ઉમેદવારો માટે પરીક્ષા પાસ કરવા કોઈ લિમીટ નથી. જોકે, યુપીએસસીની પરીક્ષાના ફોર્મેટને લઈને ચાલી રહેલ વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારે પરીક્ષાના ફોર્મેટમાં કોઈપણ પ્રકારનું પરિવર્તન કરવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે. આ તમામ નવા નિયમો વર્ષ ૨૦૧૫થી યોજાનાર તમામ યુપીએસસીની પરીક્ષાઓમાં લાગુ થશે.ઉલ્લેખનીય છે કે, યુપીએસસીની પરીક્ષામાં અંગ્રેજીને આપવામાં આવતા મહત્વને લઈ વિવાદ સર્જાયો છે, દિલ્હી સહિત દેશના કેટલાક ભાગોમાં ઉમેદવારોએ આ અંગે વિરોધ પ્રદર્શન કર્યા હતા
No comments:
Post a Comment