Saturday, 30 August 2014

સિવિલ સર્વિસીસ પરીક્ષાની મહત્તમ વયમર્યાદા ૩ર થી ઘટાડીને ર૬ વર્ષ થશે

સિવિલ સર્વિસીસ પરીક્ષાની મહત્તમ વયમર્યાદા ૩ર થી ઘટાડીને ર૬ વર્ષ થશે
હવે સરકારી બાબુ બનવા માટેની ઉંમર અને તક બંને ઓછા થશેઃ ર૦૧પથી નવો નિયમ લાગુ થશેઃ પરીક્ષા ફોર્મેટમાં ફેરફાર નહિ થાય
કેન્‍દ્ર સરકાર સિવિલ સર્વિસીસ એકઝામની વધુમાં વધુ ઉંમર ૩રથી ઘટાડીને ર૬ કરવા જઇ રહી છે. આનાથી વિદ્યાર્થીઓ માટે તક પણ મળી ઘટી જશે. આ પરિવર્તન ર૦૧પની પરીક્ષાથી લાગુ થશે. જો કે સરકારે હાલમાં વિવાદને જોતા પરીક્ષાના ફોર્મેટમાં ફેરફાર કરવાનો ઇન્‍કાર કર્યો છે.
   સુત્રોના જણાવ્‍યા પ્રમાણે આ અંગેનું સત્તાવાર જાહેરનામું યુપીએસસી જારી કરશે. ઉંમર ઘટાડવા પાછળનો તર્ક એ છે કે, એક વિદ્યાર્થી સામાન્‍ય પરિસ્‍થિતિમાં ર૧ વર્ષની ઉંમર સુધીમાં ગ્રેજયુએશન કરી લ્‍યે છે. એવામાં આવતા પાંચ વર્ષમાં તે ત્રણ તકનો ઉપયોગ કરી શકે છે.
   જનરલ કેટેગરીમાં વિદ્યાર્થી માટે પરીક્ષા બેસવા માટે વધુમાં વધુ ઉંમર ર૬ રહેશે, જયારે ઓબીસી માટે ર૮ અને એસસી, એસટી માટે ર૯ વર્ષ રહેશે. મીનીમમ વયમર્યાદા બધા માટે ર૧ વર્ષની રહેશે. આનાથી જનરલ કેટેગરીની પરીક્ષામાં બેસવા માટે મહત્તમ ત્રણ તક મળશે, જયારે ઓબીસીને પાંચ અને એસસી-એસટી વિદ્યાર્થીને છ તક મળશે.
   હાલ જનરલ કેટેગરી માટે વયમર્યાદા ૩ર વર્ષ છે અને પરીક્ષામાં બેસવાની છ તક મળે છે. ઓબીસી અને એસસી-એસટી કેટેગરી માટે મહત્તમ વયમર્યાદા ૩પ વર્ષ છે પરંતુ ઓબીસી વિદ્યાર્થીને પરીક્ષામાં બેસવાની ૯ તક મળે છે. જયારે એસસી-એસટી વિદ્યાર્થી માટે કોઇ લીમીટ નથી.

No comments:

Post a Comment

SSC Recruitment 2015 – Apply for 62390 Constable (GD) & Rifleman Posts

SSC Recruitment 2015 – Apply for 62390 Constable (GD) & Rifleman Posts SSC Recruitment 2015 – Apply for 62390 Constable (GD) ...