Saturday, 23 August 2014

પોલીસ ભરતીમાં મહિલાઓના ઊંચાઈના માપદંડમાં ત્રણ ઇંચનો ઘટાડો

મહિલા સશક્તીકરણ: પોલીસ ભરતીમાં મહિલાઓના ઊંચાઈના માપદંડમાં ત્રણ ઇંચનો ઘટાડો- ૧૬૦૦ મીટર દોડ માટે હવે ૯ને બદલે સાડા નવ મિનિટ મળશે

ગાંધીનગર : રાજ્યનાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે હોદ્દો ગ્રહણ કર્યાના થોડા જ દિવસોમાં અને ત્યાર બાદ પોતાની સરકારનું પ્રથમ બજેટ રજૂ કર્યું ત્યારે તેમાં પણ રાજ્યના પોલીસદળમાં હિલાઓની ભરતીને પ્રોત્સાહન આપવા તેમાં ૩૩ ટકા અનામતની જોગવાઈની જાહેરાત કરી હતી. તાજેતરમાં જ ગૃહ વિભાગે આ જ હેતુને સાકાર કરવા પોલીસ ભરતીમાં મહિલાઓની અત્યાર સુધી ભરતીની પરીક્ષામાં  હિલાઓ માટે જે શારીરિક અને અન્ય ક્ષમતા કસોટીની લાયકાતો નિશ્ચિત કરી હતી, જેમાંના બે માપદંડ
હળવા બનાવવાનો નિર્ણય કર્યો છે. જેની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં જ કરાશે અને ત્યાર બાદ નવી ભરતીની પ્રક્રિયા શરૂ કરાશે. સૂત્રો મુજબ મહિલાઓના ફિઝિકલ ક્રાઇટેરિયામાં તેમની લઘુતમ ઊંચાઈ અત્યાર સુધી પાંચ ફૂટ, ચાર ઈંચ રખાઈ હતી, જે હવે ઘટાડીને પાંચ ફૂટ એક ઇંચ રહેશે. ઉપરાંત શારીરિક ક્ષમતાની વિવિધ પ્રકારની કસોટીઓમાં ૧૬૦૦ મીટરની દોડ અત્યાર સુધી મહિલા ઉમેદવારોએ ૯ મિનિટમાં પૂર્ણ કરવાની રહેતી હતી જે સમય હવે વધારીને ૯ મિનિટ ૩૦ સેકન્ડ કરવામાં આવ્યો છે.

No comments:

Post a Comment

SSC Recruitment 2015 – Apply for 62390 Constable (GD) & Rifleman Posts

SSC Recruitment 2015 – Apply for 62390 Constable (GD) & Rifleman Posts SSC Recruitment 2015 – Apply for 62390 Constable (GD) ...