30 સપ્ટે.ના રોજ લોન્ચ થશે Windows 9, શું છે આ નવી OSમાં.??
- વિન્ડોઝના નવા વર્ઝનમાં Start Menu પાછું આવી રહ્યું છે
- Windows 8 ફેઈલ જવાના કારણે તાબડતોબ Windows 9 આવ્યાની અટકળો
માઈક્રોસોફ્ટ આવતી 30 સપ્ટેમ્બરના રોજ પોતાના વિન્ડોઝનું નવું વર્ઝન વિન્ડોઝ 9 લોન્ચ કરશે. તેના માટે કંપનીએ ખાસ ઈવેન્ટનું આયોજન કરવા જઈ રહી છે. તે દિવસે યૂઝર ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરી શકશે.
કેટલીક વેબસાઈટો પર આ ઈવેન્ટના સમાચાર આવી રહ્યા છે. હજૂ એ સ્પષ્ટ નથી કે નવા વર્ઝનનું નામ ખરેખરમાં વિન્ડોઝ 9 હશે. જો કે કંપનીએ આ ઓપરેટિંગ સિસ્ટમને વિન્ડોઝ થ્રેશોલ્ડના કોડનું નામ આપ્યું છે. એવું સમજાઈ રહ્યું છે કે આ સિસ્ટમના નામમાં અંકોનો ઉપયોગ નહીં થાય.
એવું માનવામાં આવી રહ્યું છે કે વિન્ડોઝ પહેલા કરતા સરળ અને કેટલીક નવી સુવિધાઓની સાથે લોન્ચ કરવામાં આવશે. જેમાં એક સ્માર્ટ મેનુ, ડેસ્કટોપ પર દેખાતી એપ્લીકેશન્સ માટે અલગથી એક વિન્ડોઝ અને વર્ચુ્અલ ડેસ્કટોપ માટે સપોર્ટ હશે. જેમાં કુલ 15 ફીચર હોઈ શકે છે.
માઈક્રોસોફ્ટ આ પ્રકારના નવા ફીચર 30 સપ્ટેમ્બરના દિવસે દેખાડી શકે છે. ત્યાર બાદ બજારમાં મુકવામાં આવશે. ઉપરાંત વિન્ડોઝ 9માં પહેલાની વિન્ડોઝની તુલનામાં ક્રાંતિકારી ફેરફારો હશે. તેમજ start મેનુ પણ ઓપરેટિંગ સિસ્ટમમાં પાછું આવી રહ્યું છે.
No comments:
Post a Comment