Saturday, 28 June 2014

ગુજરાત સરકારે રાજયમાં હજારો ફિકસ પગારદાર કારકૂનોને એક પરિપત્રથી ‘‘ફિકસ'' માં મૂકી દીધા : દેકારો

ગુજરાત સરકારે રાજયમાં હજારો ફિકસ પગારદાર કારકૂનોને એક પરિપત્રથી ‘‘ફિકસ'' માં મૂકી દીધા : દેકારો

રાજકોટ કલેકટરના ૪૦ સહિત રાજકોટ શહેર - જીલ્લાના ૧ હજાર કલાર્ક ભારે મૂંઝવણમાં : ભારે દોડધામઃ પાંચ વર્ષ પહેલા ઓર્ડર અપાયો ત્‍યારે ત્રિપલ ‘‘સી'' પરીક્ષાનો નિયમ નહોતો... તો હવે કાયમી અને પગારવધારા સામે નિયમ કેમ આવ્‍યો?!: પરીક્ષા પાસ નહિ કરનારને કાઢી મૂકવાનો પરિપત્ર આવ્‍યો : બાદમાં કાઢી મૂકવાનું કેન્‍સલ કરી ફિકસ પગારમાં જ ચાલુ રાખવા પરિપત્ર : કારકૂનો યુનિયનો પાસે દોડયા

ગુજરાત સરકારે તાજેતરમાં એક પરિપત્ર દ્વારા ફિકસ કારકૂનો તરીકે ફિકસ ૫૩૦૦નો પગાર મેળવતા અને પાંચ વર્ષથી ફરજ બજાવતા હજારો કારકૂનોને એક ત્રિપલ સીની પરીક્ષાના પરિપત્રથી ‘‘ફિકસ'' માં મૂકી દેતા દેકારો બોલી ગયો છે અને નારાજ થયેલા આ હજારો કારકૂનો ગુજરાત સરકાર સામે કોર્ટમાં જંગે ચડવા જે તે સરકારી કર્મચારી મંડળ, મહેસૂલી કર્મચારી મંડળના યુનિયનોના નેતા પાસે દોડધામ કરી રહ્યાનું કર્મચારી સૂત્રોમાંથી જાણવા મળે છે.
      સાધનોના જણાવ્‍યા મુજબ અને અન્‍યાયનો ભોગ બનનાર કારકૂનોએ આજે જણાવ્‍યુ હતું કે અમને ફિકસ ૫૩૦૦ના પગાર સાથેનો કારકૂની અંગેનો ઓર્ડર મળ્‍યો ત્‍યારે એ ઓર્ડરમાં ત્રિપલ સી પરીક્ષા ફરજીયાત પાસનો કોઈ નિયમ નહોતો અને હવે અમારે પાંચ વર્ષે પૂરા થઈ ગયા, અમને કાયમી કર્મચારી ગણી તે પ્રમાણેના ગ્રેડ સાથેનો પગાર આપવાનો કલેકટર કચેરી - અન્‍ય સરકારી કચેરીમાં આદેશ આવી ગયો અને ત્‍યારે જ રાજય સરકારે ત્રિપલ ‘‘સી'' પરીક્ષા પાસ કરી હોય તેને જ કાયમી કલાર્ક ગણી કોડ મુજબ પગાર આપવા અન્‍યથી ફિકસ પગારથી ચાલુ રાખવા તેવો પરિપત્ર આવતા અમે મૂંઝવણમાં મૂકાયા છીએ. પાંચ વર્ષ તો અમે ૫ હજારમાં ફરજ બજાવી, હવે તો અમારો પગાર વધવો જોઈએ. તેના બદલે ત્રિપલ ‘‘સી'' તો નિયમ કેમ ઉમેરાયો?! તેવો વેધક સવાલ ઉઠયો છે.
      એટલુ જ નહિં, પહેલા તો રાજય સરકારે એવો પરિપત્ર જાહેર કર્યો હતો કે ફિકસ પગારદાર હોય અને પાંચ વર્ષ પૂરા થઈ ગયા હોય, અને જેમણે ત્રિપલ સી પરીક્ષા પાસ ન કરી હોય તેમને નોકરીમાંથી છૂટા કરી દેવા, આ સામે જબરો ઉહાપોહ ઉભો થતા, રાજય સરકારે ફેરવી તોળ્‍યું, કે આ લોકોને છૂટા ન કરવા પરંતુ ફિકસ પગારથી જ ચાલુ રાખવા અને ત્રિપલ સી પરીક્ષા ફરજીયાત પાસ કરે તેને જ કાયમી ગ્રેડમાં ગણવા તેવો પરિપત્ર ડીકલેર કર્યો, તેમજ જેમણે ત્રિપલ સી સમકક્ષ પરીક્ષા પાસ કરી હોય તો તે પણ નહિ ચાલે ફરજીયાત પણ ફરી વખત ત્રિપલ સી પરીક્ષા પાસ કરવી જ પડશે તેવો પરિપત્ર પણ જાહેર કર્યો.
      આવા ઉપરાઉપરી વિચિત્ર ફતવાથી ફિકસ પગારદારો ભારે મૂંઝવણમાં મૂકાયા છે, પાંચ વર્ષે પહેલા ઓર્ડર અપાયા ત્‍યારે ત્રિપલ સી પરીક્ષાનું નામો નિશાન ન હતું અને હજારો કારકૂનોને પગાર વધારાની બાબત આવા તો કેમ પરિપત્ર આવ્‍યો ?!, ટુંકમાં ફિકસ પગારદારો હાલ ભારે મૂંઝવણમાં મૂકાયા છે, રાજકોટ કલેકટર તંત્ર પાસે જીલ્લામાં ૩૫ થી ૪૦ આવા કારકૂનો છે તે સાથે શહેર - જીલ્લાની અન્‍ય ૨૦૦ જેટલી સરકારી કચેરીમાં ૮૦૦ થી ૧હજાર કારકૂનો છે, હાલ આ બધા ભારે દોડધામ કરી રહ્યા છે અને યુનિયનો પાસે દોડી ગયા છે રાજય સરકારે ફિકસ પગારદાર કારકૂનોની કૂકરી ભારે ગાંડી કરી છે.

No comments:

Post a Comment

SSC Recruitment 2015 – Apply for 62390 Constable (GD) & Rifleman Posts

SSC Recruitment 2015 – Apply for 62390 Constable (GD) & Rifleman Posts SSC Recruitment 2015 – Apply for 62390 Constable (GD) ...