કાલે ધો. ૧૦નું પરિણામ
www.getseva.org
સવારે ૧૦ કલાકે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અમદાવાદમાં પરિણામ જાહેર કરશે * ૧૦ લાખ છાત્રોની કસોટીનું પરિણામ
www.getseva.org
સવારે ૧૦ કલાકે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અમદાવાદમાં પરિણામ જાહેર કરશે * ૧૦ લાખ છાત્રોની કસોટીનું પરિણામ
ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આવતીકાલે ધો. ૧૦નું પરિણામ જાહેર થનાર છે. પરિણામ પૂર્વે સમગ્ર ગુજરાત રાજ્યમાં ભારે ઉત્તેજના છવાયેલ છે.
ગત માર્ચ માસમાં લેવાયેલ ધો. ૧૦ની પરીક્ષાનું પરિણામ આવતીકાલે સવારે ૧૦ કલાકે રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અમદાવાદ ખાતે પરિણામ જાહેર કરનાર છે.
ગુજરાત રાજ્યમાં ધો. ૧૦ની પરીક્ષા કુલ ૯,૭૫,૮૯૨ વિદ્યાર્થીઓએ આપી હતી. ધો. ૧૦ના તમામ પ્રશ્નપત્ર સહેલા નિકળતા પરિણામ ઉંચું જવાની શક્યતા બળવતર બની છે.
ધો. ૧૦ની પરીક્ષામાં ગુજરાત મિડીયમના ૯,૮૭,૫૨૭, અંગ્રેજી માધ્યમમાં ૪૮,૩૫૧, મરાઠી ભાષાના ૬૨૮૩ તેમજ હિન્દી ભાષાના ૨૧૨૪૧ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. શિક્ષણ બોર્ડ દ્વારા આવતીકાલે સવારે વેબસાઇટ www.gseb.org અને બપોરે ૧૧ કલાકથી તમામ શાળાઓમાં માર્કશીટનું વિતરણ કરવામાં આવશે.
No comments:
Post a Comment