Saturday, 28 June 2014

CCC


ગુજરાત સરકારે રાજયમાં હજારો ફિકસ પગારદાર કારકૂનોને એક પરિપત્રથી ‘‘ફિકસ'' માં મૂકી દીધા : દેકારો

ગુજરાત સરકારે રાજયમાં હજારો ફિકસ પગારદાર કારકૂનોને એક પરિપત્રથી ‘‘ફિકસ'' માં મૂકી દીધા : દેકારો

રાજકોટ કલેકટરના ૪૦ સહિત રાજકોટ શહેર - જીલ્લાના ૧ હજાર કલાર્ક ભારે મૂંઝવણમાં : ભારે દોડધામઃ પાંચ વર્ષ પહેલા ઓર્ડર અપાયો ત્‍યારે ત્રિપલ ‘‘સી'' પરીક્ષાનો નિયમ નહોતો... તો હવે કાયમી અને પગારવધારા સામે નિયમ કેમ આવ્‍યો?!: પરીક્ષા પાસ નહિ કરનારને કાઢી મૂકવાનો પરિપત્ર આવ્‍યો : બાદમાં કાઢી મૂકવાનું કેન્‍સલ કરી ફિકસ પગારમાં જ ચાલુ રાખવા પરિપત્ર : કારકૂનો યુનિયનો પાસે દોડયા

ગુજરાત સરકારે તાજેતરમાં એક પરિપત્ર દ્વારા ફિકસ કારકૂનો તરીકે ફિકસ ૫૩૦૦નો પગાર મેળવતા અને પાંચ વર્ષથી ફરજ બજાવતા હજારો કારકૂનોને એક ત્રિપલ સીની પરીક્ષાના પરિપત્રથી ‘‘ફિકસ'' માં મૂકી દેતા દેકારો બોલી ગયો છે અને નારાજ થયેલા આ હજારો કારકૂનો ગુજરાત સરકાર સામે કોર્ટમાં જંગે ચડવા જે તે સરકારી કર્મચારી મંડળ, મહેસૂલી કર્મચારી મંડળના યુનિયનોના નેતા પાસે દોડધામ કરી રહ્યાનું કર્મચારી સૂત્રોમાંથી જાણવા મળે છે.
      સાધનોના જણાવ્‍યા મુજબ અને અન્‍યાયનો ભોગ બનનાર કારકૂનોએ આજે જણાવ્‍યુ હતું કે અમને ફિકસ ૫૩૦૦ના પગાર સાથેનો કારકૂની અંગેનો ઓર્ડર મળ્‍યો ત્‍યારે એ ઓર્ડરમાં ત્રિપલ સી પરીક્ષા ફરજીયાત પાસનો કોઈ નિયમ નહોતો અને હવે અમારે પાંચ વર્ષે પૂરા થઈ ગયા, અમને કાયમી કર્મચારી ગણી તે પ્રમાણેના ગ્રેડ સાથેનો પગાર આપવાનો કલેકટર કચેરી - અન્‍ય સરકારી કચેરીમાં આદેશ આવી ગયો અને ત્‍યારે જ રાજય સરકારે ત્રિપલ ‘‘સી'' પરીક્ષા પાસ કરી હોય તેને જ કાયમી કલાર્ક ગણી કોડ મુજબ પગાર આપવા અન્‍યથી ફિકસ પગારથી ચાલુ રાખવા તેવો પરિપત્ર આવતા અમે મૂંઝવણમાં મૂકાયા છીએ. પાંચ વર્ષ તો અમે ૫ હજારમાં ફરજ બજાવી, હવે તો અમારો પગાર વધવો જોઈએ. તેના બદલે ત્રિપલ ‘‘સી'' તો નિયમ કેમ ઉમેરાયો?! તેવો વેધક સવાલ ઉઠયો છે.
      એટલુ જ નહિં, પહેલા તો રાજય સરકારે એવો પરિપત્ર જાહેર કર્યો હતો કે ફિકસ પગારદાર હોય અને પાંચ વર્ષ પૂરા થઈ ગયા હોય, અને જેમણે ત્રિપલ સી પરીક્ષા પાસ ન કરી હોય તેમને નોકરીમાંથી છૂટા કરી દેવા, આ સામે જબરો ઉહાપોહ ઉભો થતા, રાજય સરકારે ફેરવી તોળ્‍યું, કે આ લોકોને છૂટા ન કરવા પરંતુ ફિકસ પગારથી જ ચાલુ રાખવા અને ત્રિપલ સી પરીક્ષા ફરજીયાત પાસ કરે તેને જ કાયમી ગ્રેડમાં ગણવા તેવો પરિપત્ર ડીકલેર કર્યો, તેમજ જેમણે ત્રિપલ સી સમકક્ષ પરીક્ષા પાસ કરી હોય તો તે પણ નહિ ચાલે ફરજીયાત પણ ફરી વખત ત્રિપલ સી પરીક્ષા પાસ કરવી જ પડશે તેવો પરિપત્ર પણ જાહેર કર્યો.
      આવા ઉપરાઉપરી વિચિત્ર ફતવાથી ફિકસ પગારદારો ભારે મૂંઝવણમાં મૂકાયા છે, પાંચ વર્ષે પહેલા ઓર્ડર અપાયા ત્‍યારે ત્રિપલ સી પરીક્ષાનું નામો નિશાન ન હતું અને હજારો કારકૂનોને પગાર વધારાની બાબત આવા તો કેમ પરિપત્ર આવ્‍યો ?!, ટુંકમાં ફિકસ પગારદારો હાલ ભારે મૂંઝવણમાં મૂકાયા છે, રાજકોટ કલેકટર તંત્ર પાસે જીલ્લામાં ૩૫ થી ૪૦ આવા કારકૂનો છે તે સાથે શહેર - જીલ્લાની અન્‍ય ૨૦૦ જેટલી સરકારી કચેરીમાં ૮૦૦ થી ૧હજાર કારકૂનો છે, હાલ આ બધા ભારે દોડધામ કરી રહ્યા છે અને યુનિયનો પાસે દોડી ગયા છે રાજય સરકારે ફિકસ પગારદાર કારકૂનોની કૂકરી ભારે ગાંડી કરી છે.

New Job for Gujarat Government 2014 to 2016

ગુજરાત સરકાર દ્વારા ત્રણ વર્ષમાં હજ્‍જારો નોકરીઓનું સર્જન થશે : ૨૦૧૬ સુધીનું ભરતી કેલેન્‍ડર જાહેર
૨૦૧૬ સુધીમાં સરકારનાં વિવિધ વિભાગોમાં ચિક્કાર નોકરીઓની સંભાવના : GPSCવર્ગ-૧ અને ૨ની ૩પ૧ જગ્‍યાઓ માટેની ભરતી પૂરજોશમાં ચાલુ : છેલ્લી અરજી તારીખ ૩૦ જુન
ગુજરાતમાં વસતા યુવા બેરોજગારો તથા સરકારી નોકરી કરવા માટે થનગનતા યુવાધન માટે હાલમાં ગુજરાત સરકાર ખુશીના સમાચાર લઇને આવી છે. આ ખુશીના સમાચાર રૂપે આગામી ત્રણ વર્ષોમાં એટલે કે ૨૦૧૬ સુધીમાં ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં જુદી-જુદી કેટેગરીમાં અને કેડરમાં પુષ્‍કળ નોકરીઓ સર્જાવાની પ્રબળ શકયતા દેખાઇ રહી છે.
   આ હેતુથી ગુજરાત સરકાર દ્વારા ૨૦૧૪ થી ૨૦૧૬ સુધીનું નોકરીઓ માટેનું કેલેન્‍ડર પણ જાહેર કરી દીધાનું જાણવા મળે છે.
સાથે સાથે હાલમાં GPSC વર્ગ-૧ અને ૨ની ૩પ૧ જગ્‍યાઓ માટેનાં ફોર્મ ભરાવાનું પણ પૂરજોશમાં ચાલુ છે. જેમાં આશરે પાંચથી સાત લાખ ફોર્મ ભરાવાની શકયતા દેખાય છે. આ ભરતીમાં ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૩૦-૬-૨૦૧૪ છે. જેથી ફોર્મ ભરવામાં બાકી રહી ગયેલાઓએ જલ્‍દીથી ફોર્મ ભરી દેવા હિતાવહ છે. જેથી પછીથી પસ્‍તાવો કે અફસોસ ન રહી જાય. વેબસાઇટ www.gpsc.gov.in જોઇ શકાય છે.
   ગુજરાત સરકાર દ્વારા ૨૦૧૪ થી ૨૦૧૬ દરમ્‍યાન થનારી સરકારી ભરતીઓનું વિવિધ વિભાગો પ્રમાણેના કેલેન્‍ડર ઉપર એક નજર કરીએ તો...
   (૧) પંચાયત વિભાગ
   - જુનિયર કલાર્ક
   ૨૦૧પમાં ૨૯૬ જગ્‍યાઓ તથા ૨૦૧૬માં ૨૧૬ જગ્‍યાઓ ઉપર ભરતી.
   -તલાટી
   ૨૦૧પમાં ૧૨૦૦ જગ્‍યાઓ તથા ૨૦૧૬માં ૬૨૦ જગ્‍યાઓ ઉપર ભરતી
   -FHW
   ૨૦૧પમાં ૪પ૪ જગ્‍યાઓ તથા ૨૦૧૬માં ૪પ૦ જગ્‍યાઓ ઉપર ભરતી
   -MPHW
   ૨૦૧પમાં ૧૩પ૨ જગ્‍યાઓ તથા ૨૦૧૬માં ૨૮૯ જગ્‍યાઓ ઉપર ભરતી
   -નાયબ ચીટનીશ
   ૨૦૧પમાં ૪૦ જગ્‍યાઓ તથા ૨૦૧૬માં ૧પ જગ્‍યાઓ ઉપર ભરતી.
   -TDO (તાલુકા વિકાસ અધિકારી)
   ૨૦૧૪માં ૬૦ જગ્‍યાઓ
   ૨૦૧પમાં ૪૦ જગ્‍યાઓ તથા ૨૦૧૬માં ૧૨ જગ્‍યાઓ ઉપર ભરતી.
   (૨) રેવન્‍યુ ડીપાર્ટમેન્‍ટ (મહેસૂલ)
   -જુનિયર કલાર્ક
   ૨૦૧૪માં ૧૦૦૦ જગ્‍યાઓ, ૨૦૧પમાં ૧૮૦ જગ્‍યાઓ તથા ૨૦૧૬માં ૧૮૦ જગ્‍યાઓ ઉપર ભરતી.
   -રેવન્‍યુ તલાટી
   ૨૦૧પમાં ૯૦૦ જગ્‍યાઓ તથા ૨૦૧૬માં ૮૦ જગ્‍યાઓ ઉપર ભરતી.
   -નાયબ મામલતદાર
   ૨૦૧૪માં ૨૦૦ જગ્‍યાઓ, ૨૦૧પમાં ૮૦ જગ્‍યાઓ તથા ૨૦૧૬માં ૭૯ જગ્‍યાઓ ઉપર ભરતી.
   -મામલતદાર
   ૨૦૧૪માં ૮૦ જગ્‍યાઓ, ૨૦૧પમાં ૨૦ જગ્‍યાઓ તથા ૨૦૧૬માં ૨૦ જગ્‍યાઓ ઉપર ભરતી.
   (૩) નાણાં વિભાગ (ફાયનાન્‍સ)
   -કલાર્કસ
   ૨૦૧૪માં પ૬ જગ્‍યાઓ, ૨૦૧પમાં પ૬ જગ્‍યાઓ તથા ૨૦૧૬માં પ૬ જગ્‍યાઓ ઉપર ભરતી.
   (૪) કૃષિ અને પ્રાણી વિભાગ
   -જુનિયર કલાર્કસ
   ૨૦૧૪માં ૧૦૦ જગ્‍યાઓ, ૨૦૧પમાં ૮૦ જગ્‍યાઓ તથા ૨૦૧૬માં પપ જગ્‍યાઓ ઉપર ભરતી.
   -લાઇન સ્‍ટોક ઇન્‍સ્‍પેકટર
   ૨૦૧પમાં ૨૦૦ જગ્‍યાઓ તથા ૨૦૧૬માં ૧પ૦ જગ્‍યાઓ ઉપર ભરતી.
   -એગ્રીકલ્‍ચર ઓફિસર
   ૨૦૧૪માં ૯૦ જગ્‍યાઓ ઉપર ભરતી.
   -વેટરનરી ઓફિસર
   ૨૦૧૪માં ૪૦ જગ્‍યાઓ ઉપર ભરતી.
   (પ) શિક્ષણ વિભાગ (એજયુકેશન)
   -જુનિયર કલાર્કસ
   ૨૦૧૪માં ૧૦૦ જગ્‍યાઓ, ૨૦૧પમાં પ૦ જગ્‍યાઓ તથા ૨૦૧૬માં પ૦ જગ્‍યાઓ ઉપર ભરતી.
   (૬) GAD (સામાન્‍ય
   વહીવટ વિભાગ)
   -ઓફીસ આસીસ્‍ટન્‍ટ
   ૨૦૧૪માં ૨૦૦ જગ્‍યાઓ, ૨૦૧પમાં ૧પ૦ જગ્‍યાઓ તથા ૨૦૧૬માં ૧પ૦ જગ્‍યાઓ ઉપર ભરતી.
   -નાયબ સેકશન ઓફિસર
   ૨૦૧૪માં ૩૨ જગ્‍યાઓ, ૨૦૧પમાં ૮૬ જગ્‍યાઓ તથા ૨૦૧૬માં ૭૧ જગ્‍યાઓ ઉપર ભરતી.
   -ગુજરાત વહીવટી સેવા
   (GAS -ડે. કલેકટર)
   ૨૦૧૪માં ૩પ જગ્‍યાઓ, ૨૦૧પમાં ૨પ જગ્‍યાઓ તથા ૨૦૧૬માં ૨પ જગ્‍યાઓ ઉપર ભરતી.
   (૭) ગૃહ મંત્રાલય (હોમ મીનીસ્‍ટ્રી)
   -એ.એસ.આઇ.
   ૨૦૧૪માં ૪૦૦ જગ્‍યાઓ, ૨૦૧પમાં ૪૦૦ જગ્‍યાઓ તથા ૨૦૧૬માં ૪૦૦ જગ્‍યાઓ ઉપર ભરતી.
   -કોન્‍સ્‍ટેબલ (હથીયારી)
   ૨૦૧૪માં ૮૦૦ જગ્‍યાઓ ૨૦૧પમાં ૭૦૦ જગ્‍યાઓ તથા ૨૦૧૬માં ૮૦૦ જગ્‍યાઓ ઉપર ભરતી.
   -કોન્‍સ્‍ટેબલ (બિન હથીયારી)
   ૨૦૧૪માં ૨૭૦૦ જગ્‍યાઓ, ૨૦૧પમાં ૨૯પ૦ જગ્‍યાઓ તથા ૨૦૧૬માં ૨૬૦૦ જગ્‍યાઓ ઉપર ભરતી.
   -પી.એસ.આઇ.
   ૨૦૧૪માં ૨પ૦ જગ્‍યાઓ, ૨૦૧પમાં ૨પ૦ જગ્‍યાઓ તથા ૨૦૧૬માં ૨પ૦ જગ્‍યાઓ ઉપર ભરતી.
   (૮) શ્રમ અને રોજગાર મંત્રાલય
   -જુનિયર કલાર્કસ
   ૨૦૧૪માં ૮૦ જગ્‍યાઓ ઉપર ભરતી.
   -જુનિયર કલાર્કસ (રોજગાર)
   ૨૦૧૪માં ૪૦ જગ્‍યાઓ ઉપર ભરતી.
   (૯) નર્મદા વિભાગ
   -આસીસ્‍ટન્‍ટ સિવિલ એન્‍જીનીયર્સ
    ૨૦૧૪માં ૨પ૦ જગ્‍યાઓ ઉપર ભરતી.
   ગુજરાત સરકાર દ્વારા રાજયના યુવાધન માટે સોનેરી ભવિષ્‍યનું સર્જન આટઆટલી ચિક્કાર નોકરીઓનાંરૂપે થઇ રહયું છે. ત્‍યારે લાયકાત પ્રમાણે યોગ્‍ય દિશામાં સાચા માર્ગદર્શન સાથે આત્‍મવિશ્વાસપૂર્વક મહેનત કરવા તૂટી પડો-મંડી પડો. નોકરી મળશે જ. સાચી નીતિથી મહેનત કરનારને ઇશ્વર પણ સાથ આપે જ છે. જેથી ઇશ્વર ઉપર સંપૂર્ણ ભરોસો રાખીને સરકારી નોકરીરૂપી અસામાન્‍ય અને અમૂલ્‍ય ભવિષ્‍ય બનાવો. સૌને ઓલ ધ બેસ્‍ટ.(૧.૨૩)

Thursday, 5 June 2014

આજે વિશ્વ પર્યાવરણ દિવસ, 5 Jun

આજે વિશ્વ પર્યાવરણ દિવસ, 5 Jun 

આજે વિશ્વ પર્યાવરણ દિવસ, એક ક્લિકે જાણો કેવી રીતે વિશ્વને બચાવી શકાય છે ગ્લોબલ વોર્મિંગથી

વિશ્વમાં ગરમીના પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે. મોટા ભાગની સિઝનો બદલાઈ ગઈ છે. ઠંડી લાંબા સમય સુધી ચાલે છે તો ભર ઉનાળામાં વરસાદ પણ પડી જાય છે. સમગ્ર વિશ્વ હાલ ગ્લોબલ વોર્મિંગના ભરડામાં ફસાઈ ગયું છે. આ સમયે જરૂર છે વધુને વધુ વૃક્ષો વાવવાની અને શક્ય હોય ત્યાં સુધી પ્રદુષણ અટકાવવાની. આપણે વિવિઘ ઘણા પ્રયત્નો કરીને વિશ્વમાંથી પ્રદુષણ અટકાવી શકીએ છીએ જ્યારે ગ્લોબલ વોર્મિંગ પણ ઘટાડવાના ઘણા ઉપાયો છે અને તેના માટે પૈસા ખર્ચવાની પણ જરૂર નથી માત્ર મગજ દોડાવવાની જ જરૂર છે.

1. શક્ય હોય ત્યારે કાર અથવા બાઇકના બદલે પગપાળા અથવા સાઇકલનો ઉપયોગ કરવો 
2. ઇલેકટ્રોનિક વસ્તુઓ સ્ટેન્ડબાય મોડની બદલે અનપ્લગ કરી દો 
3. કચરો જ્યાં-ત્યાં નાંખવો નહીં
4. સપ્તાહમાં કેટલાક દિવસ શાવરના બદલે ડોલમાં પાણી લઇને સ્નાન કરો
5. દાંતણ અથવા દાઢી કરતી વખતે નળ ખુલ્લો ન રાખવો. તેના બદલે ડોલ અથવા ટબમાં પાણી ભરી રાખો
6. આપણા ઘરની જુની અને બિનઉપયોગી ચીજ-વસ્તુઓમાંથી ‘બર્ડ હાઉસ’ બનાવો. તેનાથી પક્ષીઓને સહારો મળશે 
7. જુની થઇ ગયેલી વસ્તુઓને રીસાઇકલ માટે આપો. આપણે જે ચીજોને ઉપયોગ કરીએ છીએ. તેમાંથી ૯૦ ટકા ચીજ-વસ્તુઓ રીસાઇકલ થઇ શકે છે
8. બજાર જાવ ત્યારે આપણા ઘરેથી કાપડની થેલી લઇ જાવ. જેથી પ્લાસ્ટિકની થેલીની જરૂર ન પડે 
9. શાળા-કોલેજે જવા માટે શક્ય હોય તો બસનો ઉપયોગ કરીએ -
10. એક છોડ વાવો, કારણ કે... - ૫૦ વર્ષમાં એક વૃક્ષ આપણને આટલું ઉપયોગી થાય છે ૧૭.૫૦ લાખ રૂપિયાનું ઓક્સિજનનું ઉત્પાદન, ૪૧ લાખ રૂપિયાનાં પાણીનું રિસાઈકલિંગ, ૩૦૦ વૃક્ષ મળીને નાશ કરી શકે છે એક પુખ્ત વ્યક્તિએ જીવનભર કરેલાં પ્રદૂષણનો, ૩૫ લાખ રૂપિયાનું વાયુનું પ્રદૂષણ નિયંત્રણ, ૩ કિલો કાર્બન ડાયોકસાઈડ શોષી લે છે દર વર્ષે, ૩ ટકા જેટલું તાપમાન ઓછું કરે છે, ૧૮ લાખ રૂપિયાના જમીનના કાપનો ખર્ચ અટકાવીને - ૩૦ અબજ મેટ્રિક ટન કાર્બન ડાયઓકસાઇડ આપણે એક વર્ષમાં છોડ્યો. એટલે કે દરરોજ ૮.૨ કરોડ મેટ્રિક ટન. જે અમેરિકનો દ્વારા છ મહિનાના ખોરાક બરાબર છે અને વર્ષભર ફેલાવનારા કચરાથી ત્રણ ગણી વધુ છે. એટલે કે, વૈશ્વિક તાપમાન ૨.૫ ડિગ્રી સેલ્સિયસ વધ્યું છે. ૨૦૨૦ સુધીમાં તેમાં ૩ ડિગ્રીનો વધારો થવાની શક્યતા દર્શાવાઇ રહી છે. હું શું કરું : સૌર, પવન પરમાણુ ઊર્જા અને પવન ઊર્જાનો ઉપયોગ કરી શકો છો. - ૨૯.૯૭ કરોડ બેરલ ક્રૂડ ઓઈલનું ઉત્પાદન થયું વિશ્વભરમાં એક વર્ષમાં. મતલબ કે ૮ કરોડ બેરલ દરરોજ. જરૂરિયાત આ જ રીતે વધતી રહેશે તો આ વર્ષના અંત સુધીમાં તે ૯.૨૭ કરોડ બેરલ થશે, મતલબ કે વર્તમાન ગતિએ બેગણું થઈ જશે કાર્બન ગેસનું ઉત્સર્જન હું શું કરું
11 પબ્લિક ટ્રાન્સપોર્ટ, ઈલેકટ્રો. વાહનોનો ઉપયોગ વધુ કરો - 
12 પ્લાસ્ટિકની થેલીની જગ્યાએ કપડાની બનેલી થેલી અથવા પેપર બેગનો ઉપયોગ કરી શકો છો. સામાન માટે કાગળની બનેલી બેગનો ઉપયોગ કરો જે રિસાઈકલ કરી શકાય છે 
13 ઉનાળામાં જે ફળ ખાઈએ છીએ તેના બી એવી જગ્યાએ ફેંકવા જ્યાં માટી અને ભેજ હોય. કારણ કે થોડા જ દિવસોમાં વરસાદ આવશે. આ બી છોડમાં ફેરવાઈ જશે. વરસાદ આવતા જ તે આપમેળે જ ઊગી નીકળશે અને જંગલનું વિસ્તરણ થશે.
14 કોઈપણ જુના ઇલેકટ્રોનિક ઉપકરણ ફેંકવા નહીં. તેનો ૯૦ ટકા ભાગ રિસાઇકલ થઈ શકે છે. - ટિસ્યુ પેપરના બદલે પાણીનો ઉપયોગ કરો.

૮ વર્ષ બાદ ક્લાસ-૧ની ૫૯, ૨ની ૨૯૨ જગ્યા ટૂંકમાં ભરાશે

૮ વર્ષ બાદ ક્લાસ-૧ની ૫૯, ૨ની ૨૯૨ જગ્યા ટૂંકમાં ભરાશે

મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ સરકાર તેના પહેલા જ બજેટથી સરકારી નોકરીઓ માટે જાહેરાતો કરવા જઇ રહી છે. ગુજરાતમાં લગભગ આઠ વર્ષના લાંબા ગાળા પછી વર્ગ-૧ અને વર્ગ-૨ના ખાલી પદો માટે ભરતી અભિયાન આરંભાશે. પહેલા તબક્કે પોલીસ, મહેસૂલ, પંચાયત, આરોગ્ય, પુરવઠા અને સહકાર જેવા વિભાગોમાં ૩૫૧ ઓફિસરોની ભરતી માટે ગુજરાત જાહેર સેવા આયોગ- જીપીએસસી ટૂંક જ સમયમાં જાહેરાત પ્રસિદ્ધ કરીને યુવા બેરોજગારોને આકર્ષશે. જીપીએસસીને વર્ગ-૧ની ૫૯ અને વર્ગ-૨ની ૨૯૨ જગ્યા ભરવા મંજૂરી આપી દેવાઈ છે. ૮ વર્ષ પછી ભરતી અભિયાન આરંભનાર સરકારે ઉંમરની મર્યાદામાં કોઈ જ છૂટછાટ જાહેર કરી નથી. જૂના નિયમ મુજબ વય મર્યાદા ૩૦ વર્ષ સુધીની જ રહેશે. અનામતનો ક્વોટા યથાવત રહેશે. નોંધનીય છે કે, યુપીએસસીએ તાજેતરમાં સિવિલ સર્વિસિઝ માટે ૩૨ વર્ષની વયમર્યાદા જાહેર કરી છે.
નાણાં વિભાગના સત્તાવાર સુત્રોમાંથી મળતી વિગતો મુજબ આગામી ૧૦ વર્ષમાં રાજ્ય સરકારના ૨૬થી વધારે વિભાગો, ૫૩થી વધારે બોર્ડ- નિગમ અને કોર્પોરેશન, ગ્રાન્ટેડ સંસ્થાનો, એકમોમાં ૨.૫૩ લાખ જગ્યા ભરવામાં આવશે. જેમાંથી ૧.૫૩ લાખ જગ્યા સરકારી વિભાગો અને ૧ લાખ બોર્ડ- કોર્પોરેશન જેવા એકમોમાં દર વર્ષે તબક્કાવાર ભરવામાં આવશે. તેના માટે ''ગવર્નમેન્ટ રિક્રુટમેન્ટ કેલેન્ડર'' પણ તૈયાર કરી દેવાયુંુ છે. ટેકનોલોજી, ઈ-ગર્વનન્સને કારણે સરકારમાં બદલાયેલી સિસ્ટમ, મહિલા બાળ કલ્યાણ, ન્યુટ્રીશન પ્રોગ્રામ, સ્કિલ ડેવલપમેન્ટ, પર્યાવરણ, કોસ્ટલ રિઝિયન જેવા અનેક નવા વિભાગો-પ્રભાગોને ધ્યાને લઈને તૈયાર થઈ રહેલી નવી કેડરો માટે વર્ષ ૨૦૧૪ના અંત સુધીમાં ગુજરાત સરકાર ૩૬,૦૦૦ જેટલી જગ્યાઓ ભરશે. સામાન્ય વહીવટ વિભાગના ઉચ્ચ અધિકારીએ કહ્યુંુ હતુંુ કે ''આ વર્ષે ૧૬,૦૦૦ નોકરીઓ માટેનું પ્લાનિંગ થઈ ગયું છે. લોકસભા ચૂંટણી પહેલાથી જ પંચાયત, મહેસૂલના તલાટી જેવી જગ્યાઓ માટે પરીક્ષાઓ પણ લેવાઈ ચૂકી છે. આવતા વર્ષે ૨૦૧૫ દરમિયાન ૨૦,૪૦૦ જેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે ''
એક દાયકા સુધી બાંધ્યા વેતને સરકારી નોકરીઓ આપનાર ગુજરાત સરકારે સમયાનુસાર કેટલીક જૂની કેડરો રદ્દ કરી છે. ટેકનોલોજીથી ઈ-ગર્વનન્સ સિસ્ટમને કારણે લાયકાતના ધોરણો પણ બદલ્યા છે. ગવર્નમેન્ટ રિક્રુટમેન્ટ કેલેન્ડર મુજબ એક જ વર્ષમાં જાહેરાતથી લઈને પરીક્ષા અને નિમણૂકો આપવામાં આવશે.

ધો.૧૦-૧૨ પછી કયા અભ્યાસક્રમમાં પ્રવેશ લેશો?

ધો.૧૦-૧૨ પછી કયા અભ્યાસક્રમમાં પ્રવેશ લેશો?

સૌપ્રથમ તો તમે તમારાં જીવનનું મિશન-ધ્યેય નક્કી કરો. ત્યાર બાદ તમને જે સારી રીતે ઓળખી શકતું હોય- તમારી શક્તિ અને મર્યાદાથી જે પરિચિત હોય તેવાની મદદ લઇ ચર્ચા કરો અત્યારે શિક્ષણક્ષેત્રે પરિણામ બહાર પડવાની સિઝન ચાલી રહી છે. પરિણામથી સંતોષ કે અસંતોષની પ્રક્રિયા સ્વાભાવિક છે. સંતોષ થાય કે અસંતોષ થાય પણ દરેક વિદ્યાર્થીએ પોતાના મિશનમાં કશુંક એડ કરવા માટે ક્યાંક તો એડમિશન લેવું જ પડશે. આ એડમિશન એ બેડ મિશન ન બની રહે તે માટે ખાસ ચોક્કસ પ્રકારની કાળજી રાખવી જરૂરી છે.

સૌપ્રથમ તો તમે તમારા જીવનનું મિશન-ધ્યેય નક્કી કરો. પણ આ માટે તમે પૂરતા પરિપક્વ અને કાબેલિયત ધરાવો છોકારણ કે ધો.૧૦-૧૨ વખતે તમારી પાસે કદાચ એટલા અનુભવ કે પરિપક્વતા ન પણ હોય કે જેના આધારે તમે તમારા જીવનનું ધ્યેય નક્કી કરી શકો. જો આવું હોય તો તમને જે સારી રીતે ઓળખી શકતું હોય- તમારી શક્તિ અને મર્યાદાથી જે પરિચિત હોય તેવા તમારા મા-બાપ શિક્ષક કે સગાંની મદદ લઇ શકો છો. સૌપ્રથમ તમે ભવિષ્યમાં શું કરવા-શું બનવા માગો છો તે નક્કી કરો. તે ધ્યેય સુધી પહોંચવા માટે જે અભ્યાસક્રમ મદદરૂપ થતો હોય તે અભ્યાસક્રમ પસંદ કરો. જેમ કે તમારે એન્જિનિયર બનવું હોય તો તમારે ધો.૧૦ પછી વિજ્ઞાાન પ્રવાહ જ પસંદ કરવો પડે કે તમારે સી.એ. થવું હોય તો વાણિજ્ય પ્રવાહ જ પસંદ કરવો પડે.

અભ્યાસક્રમની પસંદગી વખતે તમારી આર્િથક સ્થિતિનો પણ ખ્યાલ રાખો. કારણ કે ઉચ્ચ અભ્યાસક્રમ માટે તમારે ખર્ચ પણ કરવો પડશે. તો તમે પસંદ કરેલ અભ્યાસક્રમ પૂર્ણ કરવા માટે થનાર તમામ ખર્ચ તમારા વાલી પાસેથી કે અન્ય કોઇપણ રીતે તમે મેળવી શકો તેમ છો? ક્યારેક એવું બને છે કે તમારા ધ્યેય સુધી પહોંચવા માટે ખૂબ જ મોટા પ્રમાણમાં ખર્ચ થવાનો હોય અને તે તમારાથી શક્ય ન હોય તો તમારે અભ્યાસક્રમ પસંદગી કરતી વખતે આ બાબતની કાળજી રાખવી જોઇએ. તમારા વાલી ખર્ચ પહોંચી વળે તેમ ન હોય પણ સગાં દ્વારા કે બેંક લોન દ્વારા એ શક્ય બનશે? કેટલું અને ક્યારે અને કેવી રીતે એ બધાં પાસાંનો પણ વિચાર કરી લેવો જોઇએ.
અભ્યાસક્રમ પસંદ કરતી વખતે તમારા રસ-રુચિ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. ખૂબ જ સારો ગણાતો અભ્યાસક્રમ હોય પણ તે પ્રત્યે તમને સહેજ પણ લગાવ નથી કે રસ નથી તો તમે અભ્યાસક્રમ પૂર્ણ કરી શકશો, પણ ભવિષ્યમાં સફળ નહીં થઇ શકો. માટે જ રસ ન હોય તેવા વિષયો પસંદ જ ન કરો. સાથે અભ્યાસક્રમ પૂર્ણ કરવા માટે તમારી શક્તિ-આવડત અને કૌશલ્ય તમારી પાસે હોવાં જોઇએ. પ્રાથમિક શિક્ષક બનવા માટે નાના બાળકો માટે પ્રેમ હોવો જોઇએ, ડોકટર બનવા માટે વાઢકાપની ચીડ ન હોવી જોઇએ. ટૂંકમાં અભ્યાસક્રમ માટે જરૂરી શક્તિ અને કૌશલ્ય હોવાં જોઇએ સાથે જ બાધારૂપ બને તેવી કોઇ ચીજ આપણામાં ન હોવી જોઇએ. તો જ તમે તમારા ધ્યેયને સાકાર કરી શકશો. ડિગ્રી આવી એટલે જગ જિત્યાં તેવું રખે માનતાં, ડિગ્રીની સાથે રસ-રૂચિ અને કૌશલ્ય હશે તો જ તમે સફળ વ્યક્તિ બની શકશો. તમે જોતાં હશો કે તમારા વિસ્તારમાં ઘણાં ડોકટર હશે. એકના દવાખાને લાઇન લાગે છે અને બીજાના દવાખાને ભાગ્યે જ કોઇ દર્દી જાય છે. ડિગ્રી તો બંને પાસે છે પણ આવું કેમ?
દરેક વ્યવસાય સાથે કેટલાંક મૂલ્યો અને સિદ્ધાંતો જોડાયેલાં છે. શું તમારો સમાજ અને તમારી જાત આ મૂલ્યોને સારી રીતે સાચવી શકશે? નિભાવી શકશે? તમારી માન્યતા જે તે અભ્યાસક્રમ સાથે રહેલા મૂલ્યોના ચોકઠામાં ફીટ થાય છે? આ ઉપરાંત દરેક અભ્યાસક્રમનું પોતાનું આગવું મૂલ્ય હોય છે. તે મૂલ્યને હાંસલ કરવા માટે જરૂરી સમય-શક્તિ અને નાણાં તમે ખર્ચી શકો તેમ છો? કેટલાંક અભ્યાસક્રમ પૂર્ણ કરવા માટે ખૂબ જ લાંબો સમય ધીરજ ધરવી પડે છે. શું તમે તે માટે તૈયાર છો? ખૂબ જ અઘરા ગણાતાં અભ્યાસક્રમોમાં ક્યારેક ગુલ્લી પણ વાગે તો આ માટે તમે અને તમારું કુટુંબ અત્યારથી જ તૈયાર છો?
તમે પસંદ કરેલ અભ્યાસક્રમનું સામાજિક મૂલ્ય કેટલું છે તે પણ તમે જુઓ. તમારી શક્તિ અને આવડત ઉચ્ચ કક્ષાના હોય તો તમારે પોતાની જાત પર વિશ્વાસ રાખીને ઉચ્ચ ગણાતા અભ્યાસક્રમને જ પસંદ કરવો જોઇએ. આમ તો કોઇપણ અભ્યાસક્રમ નાનો-મોટો, સારો-ખરાબ નથી, પણ તે અભ્યાસક્રમ તમે કેવી રીતે પૂર્ણ કરો છો, તે અભ્યાસક્રમ બાદ તમે કેટલી નવીનતાભરી રીતે કામ કરી શકો છો તેના આધારે જ તમે સફળ કે અસફળ સાબિત થાઓ છો.
તમે જે અભ્યાસક્રમ પસંદ કરો તે વિશે ભવિષ્યમાં તમારે જોઇતી મદદ તમને તમારા કુટુંબ કે સગાં તરફથી મળી શકે તેમ છે?જેમ કે એન્જિનિયરનું સંતાન એન્જિનિયર બને કે ડોકટરનું સંતાન ડોકટર બને કે સી.એ. થયેલા કોઇ વ્યક્તિનું સંતાન એકાઉન્ટનો કોઇ અભ્યાસક્રમ પસંદ કરે તો તેને અભ્યાસક્રમ પૂર્ણ કર્યા પછી પોતાનું નવું સ્થાન ઊભું કરવામાં મુશ્કેલી ઓછી પડશે. કદાચ તેને તો તૈયાર થાળી પર જ બેસવાનો વારો આવે. જો આવું કાંઇ હોય તો પોતાના વાલીના કે સગાંનાં વ્યવસાયને ધ્યાનમાં રાખીને નવો અભ્યાસક્રમ પસંદ કરવામાં આવે તો તેમાં કશું જ નુકસાન જવાનું નથી. પણ હા, જે તે વ્યવસાય માટે તમને રસ-રુચિ અને શક્તિ હોવાં જોઇએ. નહીં તો તમારા વડીલોએ કરેલી મહેનતને તમે બે-પાંચ વર્ષમાં જ ધૂળમાં મેળવી દેશો. શું ના કરશો? પ્રથમ તો વધારે વ્યક્તિઓ પાસે સલાહ ન લો. કારણ કે દરેક વ્યક્તિની વિચારધારા માન્યતા જુદી જુદી હોય છે. પરિણામે વધુ વ્યક્તિ પાસેથી તમને એક જ પ્રકારનો વિચાર નહીં મળે. તમે ગૂંચાઇ જશો. માટે જ વધુ અનુભવી હોય અને જે તમારી શક્તિ અને મર્યાદાથી પરિચિત હોય તેની પાસેથી જ માર્ગદર્શન લો. દેખાદેખીથી કોઇ નિર્ણય ન લો. તમારા મિત્રએ લીધેલો નિર્ણય તેના માટે સાચો હોઇ શકે, પણ તમારી આવડત-પરિસ્થિતિ અને રસના ચોકઠામાં ફિટ ન પણ થતો હોય. બીજી ખાસ અગત્યની બાબત એ છે કે જ્યારે કોઇની પાસે સલાહ લેવા જાવ કે કોઇ નિર્ણય કરો ત્યારે કોઇ ગ્રંથિ રાખીને ન કરો. કેટલીકવાર સલાહ લેવા જનાર વિદ્યાર્થી ચોક્કસ ગ્રંથિ રાખીને સામેની વ્યક્તિ પાસે ખોટી દલીલો કરતાં હોય છે. આથી સલાહ આપનાર કંટાળીને તમે બરાબર છો તેમ કહીને તમારાથી છુટકારો મેળવવાનો પ્રયત્ન કરે છે. મનમાં રહેલી મૂંઝવણ વ્યક્ત કરીને પ્રશ્નો પૂછી જરૂરી માહિતી મેળવવાની છે. બે-ત્રણ જગ્યાએથી મેળવેલ માહિતીનું પૃથ્થકરણ કરીને તમારે તમારા માટેનો નિર્ણય નક્કી કરવો જોઇએ. અને હા, જે સંસ્થામાં પ્રવેશ લેવાનું વિચારો છો તે સંસ્થા વિશે પણ માહિતી મેળવો. તેના સંચાલક મંડળનો મુખ્ય હેતુ જાણો, પૈસા કમાવા માટે કોલેજ ખોલી છે કે સામાજિક કાર્ય માટે તે જાણો પછી પ્રવેશ મેળવો. નવા મિશન માટે શુભેચ્છા.

Monday, 2 June 2014

ધો. ૧૦નું પરિણામ જોવા માટે

ધો. ૧૦નું પરિણામ જોવા માટે 
http://www.getseva.org/
http://gseb.org/

કાલે ધો. ૧૦નું પરિણામ

કાલે ધો. ૧૦નું પરિણામ
www.getseva.org
સવારે ૧૦ કલાકે શિક્ષણ મંત્રી ભૂપેન્‍દ્રસિંહ ચુડાસમા અમદાવાદમાં પરિણામ જાહેર કરશે * ૧૦ લાખ છાત્રોની કસોટીનું પરિણામ

ગુજરાત રાજ્‍ય માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આવતીકાલે ધો. ૧૦નું પરિણામ જાહેર થનાર છે. પરિણામ પૂર્વે સમગ્ર ગુજરાત રાજ્‍યમાં ભારે ઉત્તેજના છવાયેલ છે.
   ગત માર્ચ માસમાં લેવાયેલ ધો. ૧૦ની પરીક્ષાનું પરિણામ આવતીકાલે સવારે ૧૦ કલાકે રાજ્‍યના શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્‍દ્રસિંહ ચુડાસમા અમદાવાદ ખાતે પરિણામ જાહેર કરનાર છે.
   ગુજરાત રાજ્‍યમાં ધો. ૧૦ની પરીક્ષા કુલ ૯,૭૫,૮૯૨ વિદ્યાર્થીઓએ આપી હતી. ધો. ૧૦ના તમામ પ્રશ્નપત્ર સહેલા નિકળતા પરિણામ ઉંચું જવાની શક્‍યતા બળવતર બની છે.
   ધો. ૧૦ની પરીક્ષામાં ગુજરાત મિડીયમના ૯,૮૭,૫૨૭, અંગ્રેજી માધ્‍યમમાં ૪૮,૩૫૧, મરાઠી ભાષાના ૬૨૮૩ તેમજ હિન્‍દી ભાષાના ૨૧૨૪૧ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. શિક્ષણ બોર્ડ દ્વારા આવતીકાલે સવારે વેબસાઇટ www.gseb.org અને બપોરે ૧૧ કલાકથી તમામ શાળાઓમાં માર્કશીટનું વિતરણ કરવામાં આવશે.

SSC Recruitment 2015 – Apply for 62390 Constable (GD) & Rifleman Posts

SSC Recruitment 2015 – Apply for 62390 Constable (GD) & Rifleman Posts SSC Recruitment 2015 – Apply for 62390 Constable (GD) ...