૧૫૦૦ તલાટીઓ પસંદ કરવા ૮,પ૦,૦૦૦ ઉમેદવારોની પરીક્ષા લેવા સરકારને રૂપિયા ર૦ કરોડનો ખર્ચ
સામાન્ય વર્ગના ઉમેદવારદીઠ રૂ. ૧૦૦, અનામતમાં રૂ. પ૦ આવકઃ સરકારને ખર્ચ રૂ. ૨૪૦
ગુજરાત સરકારના મહેસુલ વિભાગ દ્વારા મહેસુલી તલાટીઓની ૧પ૦૦ ખાલી જગ્યાઓ ભરવા માટે ધો.૧ર પાસ યુવક-યુવતીઓ પાસેથી અરજીઓ મંગાવાતા ૮,પ૦ લાખ જેટલા ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરી છે. જેની પરીક્ષા તા.૧૬ ફેબ્રુઆરીએ લેવાનાર છે. ઉમેદવાર દીઠ સરકારને મહતમ આવક રૂ. ૧૦૦ છે. પરીક્ષામાં સરકારને ર૦ કરોડ ૪૦ લાખ જેટલો ખર્ચ થાય તેવો અંદાજ છે.
સરકારી ભરતી લાંબા સમયથી બંધ હોવાથી ઉમેદવારોનો અભુતપુર્વ ધસારો થયો છે. અરજી કરવાની છેલ્લી તા. ૩૦ જાન્યુઆરી સુધીમાં સરકારને ૮.પ૦ લાખ જેટલી અરજીઓ મળી છે. અનામત વર્ગ માટે રૂ. પ૦ અને સામાન્ય વર્ગ માટે રૂ. ૧૦૦ ફી રાખવામાં આવેલ તે પોષ્ટ ઓફીસ દ્વારા જમા થયેલ. સરકારને કુલ કેટલી ફી મળી તેના આંકડા અધિકારીઓ મેળવી રહયા છે. પરીક્ષામાં પેપર તૈયાર કરવાની, પહોંચાડવાની અને પરીણામ તૈયાર કરવાની કામગીરી પેટે સંબંધીત એજન્સીને સરકાર દ્વારા રૂ. ર૪૦ ઉમેદવાર દીઠ ચુકવવાનું નક્કી થયાનું જાણવા મળે છે. ઉમેદવારોની ફી પેટે કરોડોની આવક થઇ પરંતુ તેની સામે ફી કરતા ખર્ચ વધી જશે.
મહેસુલ વિભાગની જેમ પંચાયત વિભાગ દ્વારા પણ ૧ર૦૦ તલાટીઓ અને ૪૭૬ કલાર્કની ભરતી માટે પ ફેબ્રુઆરી સુધીમાં ઓનલાઇન અરજીઓ મંગાવામાં આવેલ જેમાં ર લાખની વધુ ઉમેદવારોએ ફોર્મ ભર્યાનું જાણવા મળે છે. જેની ફી પેટે સરકારને રૂ. ૪૦ કરોડ મળ્યાનું અમદાવાદના એક અખબારના અહેવાલમાં જણાવાયું છે. પંચાયતના તલાટીઓની પરીક્ષા ર૩ ફેબ્રુઆરીએ લેવાનાર છે. બંન્ને વિભાગોના તલાટીઓની ભરતીની બેઠક વ્યવસ્થા માટે અધિકારીઓ અને સ્થાનીક તંત્ર દ્વારા તૈયારીનો ધમધમાટ ચાલી રહયો છે.
No comments:
Post a Comment