રાજસ્થાનના વકીલોની વિવિધ માંગણીના સમર્થનમાં અમદાવાદમાં વિરોધ પ્રદર્શનઃગુજરાતના તમામ જીલ્લામાં વકિલો કાળી-સેફદ પટ્ટી ધારણ કરશે
અમદાવાદ તા. ૨૯ : છેલ્લા ૪પ દિવસથી રાજસ્થાન એડવોકેટ સંઘર્ષ સમિતી દ્વારા ધારાશાસ્ત્રીઓની વિવિધ માંગણીઓના સમર્થનમાં અચોકકસ મુદતની હડતાલ પર ઉતરેલા છે તેને સમર્થન આપવા અને વિરોધ પ્રદર્શિત કરવા દેશભરના ધારાશાસ્ત્રીઓને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ આપેલ આદેશ અનુસાર આજરોજ અમદાવાદની મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટ કોર્ટ ખાતે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પુર્વ-ચેરમેન શ્રી અનિલ સી. કેલ્લા, ભરત ભગત સહિતનાઓ સાથે સંખ્યાબંધ ધારાશાસ્ત્રીઓએ પોતાના કાળા કોટ પર સફેદ પટ્ટી તેમજ સફેદ ડ્રેસ પર કાળી પટ્ટી ધારણ કરી પોતાનો વિરોધ પ્રદર્શિત કરેલ અને મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટ કોર્ટ કમ્પાઉન્ડમાં રાજસ્થાનના ધારાશાસ્ત્રીઓની માંગણીના સમર્થનમાં અને વકીલોની એકતાના સમર્થનમાં સુત્રોચ્ચાર અને દેખાવો કરવામાં આવેલ અને રાજસ્થાનના ધારાશાસ્ત્રીઓની માંગણીના સમર્થનમાં પોતાનો સુર પુરાવેલ અને જો ધારાશાસ્ત્રીઓની માંગણીઓનો ઝડપથી અંત ન આવે તો બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના આદેશ અનુસાર તમામ આંદોલનાત્મક કાર્યક્રમોમાં ધારાશાસ્ત્રીઓએ પુરતો સાથ સહકાર આપવાની ખાતરી ઉચ્ચારેલ.બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન શ્રી મનોજ એમ. અનડકટના જણાવ્યા અનુસાર આજરોજ અમદાવાદ સહિત ગુજરાત રાજયના તમામ જિલ્લા અને તાલુકાની કોર્ટોના ધારાશાસ્ત્રીઓએ પોતાના ડ્રેસકોડમાં કાળી અને સફેદ પટ્ટી ધારણ કરી કોર્ટ કાર્યવાહીમાં ભાગ લઇ વકીલોની એકતા બતાવવા બદલ તમામ ધારાશાસ્ત્રીઓનો આભાર માનેલ હતો.

No comments:
Post a Comment