BSCની પ્રવેશ કાર્યવાહીનો ૨ જુનથી પ્રારંભ
સોરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા ઓનલાઇન ફોર્મ ભરવાની વ્યવસ્થાઃ છાત્રો માટે હેલ્પ સેન્ટરો
સોરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા ઓનલાઇન ફોર્મ ભરવાની વ્યવસ્થાઃ છાત્રો માટે હેલ્પ સેન્ટરો
ગુજરાત સરકાર દ્વારા બી.એસસી.ના પ્રથમ સેમેન્ટરમાં કેન્દ્રીય ધોરણે પ્રવેશ માટે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓના કુલપતિશ્રીઓની બેઠકમાં લેવાયેલા નિર્ણય અનુસાર પ્રથમ સેમેન્ટર બી.એસસી. માં પ્રવેશ માટે જે તે યુનિવર્સિટીમાં કેન્દ્રીય ધોરણે પ્રવેશ આપવાનો નિર્ણય કરવામાં આવેલ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કલપતિશ્રી ડો.મહેન્દ્રભાઇ પાડલિયાએ સુકેબના ચેરમેન ડો.બી.કે.કલાસવા, સાયન્સ ફેકલ્ટીના ડીનશ્રી ડો.ગીરીશભાઇ ભીમાણી અને અધરધેન ડીનશ્રી ડો.મેહુલભાઇ રૂપાણીને જવાબદારી સોંપેલ છે. પ્રથમ સેમેન્ટ બી.એસસી. માં પ્રવેશવામાં એક સુત્રતા અને સંકલન જળવાઇ રહે તે માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન તમાં સરકારી, અનુદાનિત અને સ્વનિર્ભર સાયન્સ સાંકળી લેવામાં આવી છે. આ મધ્યસ્થ પ્રવેશમાં તા. ૨ જુન થી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની મધ્યસ્થ પ્રવેશ સમિતિ એટલે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સેન્ટ્રલ એડમિશન બોર્ડની વેબસાઇટ www.sucab.in પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૧૬/૬/૨૦૧૪ છે.
પ્રથમ સેમેન્ટર બી.એસસી.માં પ્રવેશ માટે વિદ્યાર્થીઓને મુશકેલી ન પડે તેવા હેતુથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કોલ સેન્ટર તથા વિદ્યાર્થીઓની સુવિધા માટે હેલ્પ સેન્ટરો પણ ખોલવામાં આવશે તેજ જેવિદ્યાર્થીએ ફોર્મમાં પોતાના મોબાઇલ નંબર દર્શાવેલ હશે તેને પ્રવેશ પ્રક્રિયાની માહિતી મોકલવામાં આવશે. વિદ્યાર્થી ઓનલાઇન ફોર્મ ભર્યા બાદ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની કોઇપણ શાખામાં જઇને ફી ભરી શકશે. ગુજરાત સરકારશ્રીના શિક્ષણ વિભાગના ઉચ્ચશિક્ષણ કમિશ્નર શ્રીના આદેશાનુસાર બી.એસસી.ના પ્રથમ સેમેસ્ટરમાં કેન્દ્રીય ધોરણે પ્રવેશની પ્રક્રિયામાં અતિ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરનાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એ ગુજરાત રાજયમાં પ્રથમ યુનિવર્સિટી છે.
No comments:
Post a Comment